Gujarat

ઓરસંગ નદીમાં રેતી ઓછી થઈ જતાં યુવાનોએ ક્રિકેટ નું મેદાન બનાવી ટુર્નામેન્ટ યોજી. 

છોટા ઉદેપુર પંથક માં આવેલી તથા જીલ્લા ના ઘણા બધા વિસ્તારોને પાણી પૂરું પાડતી જીલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદી રેતી માફિયા ઓનાં પાપે સૂમસામ બની છે. ઘણા વિસ્તારોમાં રેતી માફિયા ઓ સીવાય નદીમાં કંઈ જોવા મળતું નથી. આજથી દસ વરસ અગાઉ નદી માં જે રેતી ના ઉંચા થર જોવા મળતા હતા તેની જગ્યાએ અત્યારે માત્ર પત્થર અને કાંકરા જોવા મળી રહયા છે. તથા ખોદતાં ચીકણી માટી જોવા મળી રહી છે. અત્યારે જે હાલત ઓરસંગ નદી ની છે. તે રેતી માફિયા ઓને પાપે થઈ છે. ઓરસંગ નદી કિનારે મોટા મોટા પ્લોટ ઊભા કરી રેતી નો કાળો કારોબાર રાત્રી દરમિયાન થાય છે. જેણે પ્રજાની ઉંઘ પણ ખરાબ કરી નાખી છે. હાલમાં છોટા ઉદેપુર ની લીઝો બંધ છે. અને નદી કિનારા ના પ્લોટો ઉપરથી રેતી ભરાય છે. તો આ રેતી કઈ લીઝ માંથી લાવવામાં આવે છે તે તંત્ર માટે તપાસનો વિષય છે. રાત્રી દરમિયાન ટ્રેકટરો મારફતે પ્લોટો ઉપર નદી માંથી રેતી લાવી ઠલવાતી હોય તેવી જોરશોર માં ચર્ચાઓ પ્રજામાં ચાલી રહી છે. આ પ્રક્રીયા ઘણા સમય થી ચાલતી હોય જે ગેરકાયદેસર રેતી ખનન ના કારણે ઓરસંગ માં રેતી ખૂટી જવાથી મેદાન બની ગયું છે. જેનો લાભ લઈ હવે નદીમાં યુવાનો ક્રિકેટ પણ રમી રહ્યા છે. કવાંટ બ્રિજ પાસે નદી ની અંદર રેતી ના હોવાથી સ્થાનિક યુવાનોએ બાર જેટલી ટીમો બનાવી ટુર્નામેન્ટ નું આયોજન કર્યુ હતું.
ઓરસંગ નદીમાં ક્રિકેટ રમવા માટે પ્રથમવાર ટુર્નામેન્ટ યોજવામાં આવી. અને ટુર્નામેન્ટ સફળ રહી હતી. જેમાં છોટા ઉદેપુર પંથક ના આસપાસ ના વિસ્તારના યુવાનો એ બાર જેટલી ટીમો બનાવી ક્રિકેટ નો આનંદ લિધો હતો. અને ક્રિકેટ માટે નવુ મેદાન મળી જતા યુવાનો આનંદિત જણાતા હતા. લાઇવ કૉમેન્ટરી સાથે યુવાનો એ ક્રિકેટ નો આનંદ લિધો હતો. રેતી માફિયાઓ એ તંત્ર ની રહેમરાહે ક્રિકેટ રસિયાઓ ને મેદાન બનાવી આપ્યુ હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે નદી માં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હોય તેવા દ્રશ્યો પ્રથમવાર સામે આવ્યાં હતાં.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221229-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *