કલેક્ટરશ્રી રચિત રાજે આજે કલેક્ટર કચેરીની જમીન, ગૃહ, વહીવટી સહિતની બ્રાંચનું સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું. કલેક્ટરશ્રીએ વિવધ શાખાઓના ટેબલ પર જઇ, જુદા-જુદા રજીસ્ટરો, હુકમો પડતર કેસો તપાસી તેની સમીક્ષા કરી હતી. સાથે જ સમયમર્યાદામાં તમામ અરજીઓનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રી રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્ર નાગરિકોને વિના વિલંબ અને ઝડપી સેવા પુરા પાડવા માટે સંતર્કતાથી કામ કરી રહ્યું છે. તેમજ એક પણ કેસ-અરજી પેન્ડિંગ ન રહે અને સકારાત્મક પરિણામો સાથે અસરકારક કાર્ય સુનિશ્વિત કરવાના વિઝન સાથે તંત્ર કામગીરી કરી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રની સક્રિય કામગીરીને પગલે ઇ-ધરા હેઠળની ૩૦, ૬૦, ૯૦ દિવસમાં નિકાલ કરવાની હુકમી, તકરાર સહિતની એક પણ અરજી પેન્ડીંગ નથી. IORA તથા ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર પણ એક પણ અરજી પેન્ડીંગ નથી.
કલેક્ટરશ્રીએ આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન વિવિધ વિભાગોના પ્રજાલક્ષી કાર્યક્રમો તમામ સમિતિઓ સાથે સંકલન અને રજીસ્ટર જાળવવા માટે અને કાર્યવાહી નોંધ તૈયાર રાખવાની સાથે સંબંધિતોને મોકલવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ અન્ય પેન્ડીંગ અરજી સંદર્ભે સંબંધિત વિભાગને જાણ કરવા અને અઠવાઠિક રિવ્યુ કરવા માટે સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરશ્રીએ એસડીએમની મુસાફરીની માસિક ડાયરી, વિવિધ ફોર્મસ, REMS હેઠળ નિકાલ કરાયેલા કાગળો-ફાઇલની સમીક્ષા કરી હતી.
