કલેક્ટર શ્રી રચિત રાજે વિવિધ પ્રજાલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ માટે કલેક્ટરશ્રીએ કલેક્ટર કચેરીના વિવિધ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી, પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોને વિના વિલંબે ઉકેલવા માટે નિર્દેશો આપ્યા હતા. આ સાથે પેન્ડિંગ કાગળો પર દેખરેખ રાખવા અને સકારાત્મક ઉકેલ લાવવા માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો હતો.
PM- ગતિ શક્તિ પોર્ટલ અંતર્ગત નોડલ ઓફિસર પીએમ-જીએસજી પોર્ટલ સાથે કામ અને પ્રગતિની સમીક્ષા કરી હતી. ડિસ્ટ્રિક્ટ સ્કોરિંગ મેટ્રિક્સમાં જિલ્લાની કામગીરીનુ પણ વિશ્લેષણ અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રનુ RFMS અને iRCMS પ્રદર્શન પણ નોંધનીય રહ્યું છે. સાથે જ નિર્ધારિત પરિમાણ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. કલેક્ટર કચેરી કક્ષાએ પેન્ડિંગ કુલ ૫ કેસો છે જેનો એક સપ્તાહમાં નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત iRCMS ના દેખરેખ માટે અલગ નોડલની નિમણૂક કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાએ RFMSમાં અમને 100 માંથી 100 ગુણ મળ્યા છે. તેમજ ફાઈલ પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે પેન્ડન્સીની દેખરેખ અને દૈનિક સમીક્ષા ચાલુ રાખવામાં આવશે. સમય મર્યાદા ઉપર કોઈ એન્ટ્રી બાકી ન હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે સંબંધિત શાખાને સૂચના આપી હતી. NSAPમાં ૧૧-૧૨-૨૦૨૨ થી ૨૧-૧૨-૨૦૨૨ સુધીની વ્યક્તિગત ટીમોના તાલુકાવાર પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી.
તાલુકાવાર પેન્ડન્સીની ટકાવારીની ચર્ચા કરી અને કામમાં સુધારો કરવા સંબંધિત ટીમને સૂચના આપી હતી. તમામ NSAP યોજનાઓમાં ૧૦૦ ટકા કામગીરીના લક્ષ્ય કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વિવિધ શાખાઓમાં પડતર કેસોની સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ પહેલરૂપ એવા હેપ્પીનેસ એડમિનિસ્ટ્રેશન હેઠળ સ્ટાફ અને શાખાના વડાઓ સાથે વ્યક્તિગત અનુભવો અને વહીવટની સારી પદ્ધતિઓ વિશે ચર્ચા કરી હતી. જેમાં સ્માર્ટ વર્ક એ ઝડપી સેવા પૂરી પાડવા અને ગુણાત્મક કાર્ય અભિગમની ચાવી છે. વહીવટીતંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાના પ્રયાસોના સ્વ-મૂલ્યાંકનની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. પડકારજનક બાબતોને પણ પ્રતિસાદ આપી સક્રિયપણે સહભાગી થઈને વિપરીત સ્થિતિને એક તક તરીકે મુલવી કામ કરી રહ્યા છીએ. આગામી ૧૦ દિવસની કાર્ય યોજના અને વ્યૂહરચના અને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વિઝનની સમીક્ષા કરી.
