Gujarat

ભરૂચની ત્રણ હોટલના માલિક વિરૂદ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઇ

ભરૂચ
ભરૂચની એસ.ઓ.જી.પોલીસે હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જિલ્લાની ત્રણ હોટલના મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર શહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગુનાઇત કૃત્ય અટકાવવા માટે હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ આસોપાલવ ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં કરી છે કે નહી તે તપાસ કરતા કેપિટલ ગેસ્ટ હાઉસના મેનેજરે પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી નહી કરી હોવાનું ધ્યાન પર આવતા પોલીસે આસોપાલવ ગેસ્ટ હાઉસમાં રહેતો સાજન ઉપેન્દ્ર પાસવાન વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ જ પ્રમાણે એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં ચેકિંગ હાથ ધરી રહી હતી. તે દરમિયાન ભરૂચ શહેરના નવા બસ સ્ટેશન સામે આવેલ અનુપમ હોટલમાં તપાસ કરતા ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં કરી છે કે નહી તે તપાસ કરતા કેપિટલ ગેસ્ટ હાઉસના મેનેજરે પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી નહી કરી હોવાનું ધ્યાન પર આવતા પોલીસે પાલેજના ગ્રીન ગોલ્ડ સોસાયટીમાં રહેતા સલીમ આદમ પટેલ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જયારે આવી જ રીતે કેપિટલ ગેસ્ટ હાઉસના મેનેજર મુબારક ઇશાક દેત્રાલીયા સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *