Gujarat

સાળંગપુર હનુમાનજી મંદિરે ૨૦૨૩ વર્ષના પ્રથમ દિવસે હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો

બોટાદ
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર જામ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ૨૦૨૩ની શરૂઆતના પ્રથમ દિવસે દાદાના અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રિસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ૨૦૨૩ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તો મંદિર ખાતે પહોંચી રહ્યા છે. જેને લઈ હાલ મંદિર બહાર દર્શન કરવાની ભીડ જામી છે અને ખુબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. હનુમાનજી દાદાને વિશેષ હિમાલયની ઝાંખી કરાવતા હોય તેવો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે અલોકીક મુદ્રામાં દાદાના દર્શન કરી ભક્તો પણ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *