Gujarat

ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ખેલાડી વૈદેહી ચૌધરી સિંગલ્સ ચેમ્પિયન બની

પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી વૈદેહીએ ગ્વાલિયરમાં સિટી સેન્ટર ટેનિસ કોમ્પ્લેક્સ ખાતે રવિવારે ૨માયેલી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાસ્ક્રુતોવાને ૭-૫, ૬-૪થી હરાવીને આ સિદ્ધિ મેળવી છે. પ્રોફેશનલ સર્કિટમાં તેનું આ પહેલું સિંગલ્સ ટાઇટલ છે. તેણે આ અગાઉ શનિવારે વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાક્કુરોવા સાથે જાેડી બનાવી ગુજરાતની સૌમ્યા વીગ અને મહારાષ્ટ્રની વૈષ્ણવી અડકરની જાેડીને હરાવી વિમેન્સ ડબલ્સમાં પહેલું ટાઇટલ જીત્યું હતું. આ જીતમાં વૈદેહીને ટ્રોફી અને ૧૫,૦૦૦ ડોલરનું ઈનામ મળ્યું છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *