Gujarat

અનિમલ હેલ્થ બૂથ, હેલ્થ બૂથ, પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે, પિંક-ગ્રે કાર્ડ યોજના સહિતની પહેલને ખૂબ પ્રસંશા મળી

કલેક્ટર રચિત રાજ વહીવટી તંત્રમાં પ્રજાને કેન્દ્રમાં રાખીને ‘જરા હટકે’ કરવા માટે જાણીતા બન્યા છે. તાજેતરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં દેશભરમાં પ્રથમવાર હેલ્થ એનિમલ બૂથ અને હેલ્થ બૂથ ઉભા કર્યા હતા. જેની રાષ્ટ્રીય માધ્યમો અને ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ પણ નોંધ હતી.

કલેક્ટરશ્રી રચિત રાજ વહીવટી તંત્રને નાગરિક કેન્દ્રી, જવાબદાર અને પરિણામલક્ષી બનાવવા ઉપર ભાર મુકી રહ્યા છે. સાથે અરજદારો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર, કેન્દ્ર-રાજય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવનાર એક પણ લાભાર્થી વંચિત ન રહે અને દરેક ક્ષેત્રમાં ૧૦૦ લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ સાથે કામ કરે છે. ઉપરાંત તેઓ કાગળો-અરજીના ઝીરો પેન્ડસીમાં માને છે. આ સાથે તમામ પ્રજાલક્ષી કામોમાં એક નવતર અભિગમ અપનાવે છે. જેથી જનકલ્યાણનો હેનુ સિદ્વ થાય.

        એનિમલ હેલ્થ બૂથ અને હેલ્થ બૂથની ચોમેર પ્રસંશા થઈ,  ઉપરાંત દેશભરમાં પ્રથમ એવા પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે, કે જ્યાં પ્લાસ્ટીક જમા કરાવો અને તેમને પ્રાકૃતિક નાસ્તો મળે, જેની માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ પ્રસંશા કરી હતી. અધિકારી-કર્મચારી તનાવ મુક્ત રહી કામગીરી કરી શકે તે માટે અને હળવાશ અનુભવી શકે તે માટે દેશમાં પહેલરૂપ હ્યુમન લાઇબ્રેરી કલેક્ટર કચેરી ખાતે શરૂ કરી તેની જ કડીમાં હેપ્પીનેશ એડમીસ્ટ્રેશન જેવી પહેલ કરવામાં આવી.

        સમાજમાં દિકરીઓને પ્રાધાન્ય આપવા માટે એક કે, બે દિકરી ધરાવનાર વાલીને સરકારી કામકાજોમાં અગ્રતા આપવા માટે પિંક કાર્ડ અને તેવી જ રીતે વરિષ્ઠ નાગરિકને પ્રાથમિકતા મળી રહે તે માટે ગ્રે કાર્ડ. આ પ્રકાર પહેલ કરનાર જૂનાગઢ દેશભરમાં પ્રથમ હતું.

        સેવાસેતુ કાર્યક્રમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં ૩.૧૪ લાખ અરજીઓના સકારાત્મ ઉકેલ લાવવામાં આવ્યો. આ કામગીરીમાં રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને છે.

ઉપરાંત જૂનાગઢ જિલ્લાને અકસ્માત મુક્ત બનાવવા માટે પ્રોજેક્ટ ઉજાલા, પ્લાસ્ટીક મુક્ત યાત્રાધામ મિશન હેઠળ ૧૪૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવ્યું, તાજેતરમાં વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટ આપવામાં આવ્યા, વયોવૃદ્વ વાલીઓ માટે પ્રોજેક્ટ આશીર્વાદ જેવા ઘણાં પ્રજાલક્ષી કાર્યો વર્ષ-૨૦૨૨માં કરવામાં આવ્યા હતા. જેને ખૂબ પ્રસંશા પણ મળી.

Collector-rachit-raj-1.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *