રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરમાં તારીખ 4 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી પરમ પૂજ્ય ગીરીબાપુની 739 મી શિવકથાનું શિવપુરાણ કથા સમિતિ ,છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કોલેજના મેદાનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આવતી કાલે સવારે 10: 30 કલાકે ગુરુકૃપા સોસાયટી માં યોગેશભાઈ જોશીના ઘરેથી પોથી યાત્રા નીકળશે,આ ભવ્ય યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી કોલેજ મેદાનમાં પહોંચશે અને બપોરે 3 વાગ્યાથી શિવકથાનો શુભારંભ થશે,શિવકથા સાંભળવા આવનાર ત્રણ હજાર કરતા વધુ ભક્તો બેસી શકે તે માટેનું સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે,શ્રવણકાર ભાવિક ભક્તો માટે ચા-નાસ્તા ની વ્યવસ્થા સહિત દરરોજ કથા પૂર્ણ થયે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે,શિવકથાનો લ્હાવો લેવા છોટાઉદેપુર જિલ્લા અને જિલ્લા બહારના તમામ ભાવિક ભક્તોને આયોજન સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ની ધરતી ઉપર 35 વર્ષ બાદ આ મહાકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના તમામ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
