ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હતી. જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ કવાંટ પોલીસ સ્ટેશન માં તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ રેણધા ચેક પોસ્ટ ઉપરથી રજીસ્ટ્રેશન નંબર વગરની વાદળી કલરની સુઝુકી કંપનીની Access 125 મોસા જેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડેલ નથી જેનો એન્જીન નંબર 4F212811843 નો તથા ચેસીસ નંબર MBBIPTCDENTB66125 નો હતો તેની ઉપરથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનામાત્ર કેશ કરેલ અને કવાંટ પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુ.રજી.ન. 11840-9093472123 પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૧૧૬ (બી) મુજબ ગુનો રજી કરવામાં આવેલ હતો આ ગુનાના કામે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર વાદળી કલરની સુઝુકી કંપનીની 125 મોસા નો ચાલક નાશી ગયેલ હતો જેનુ શરૂઆતે કોઈ નામઠામ જણાય આવેલ નહિ જેથી પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ સદરી વાદળી કલરની સુઝુકી કંપનીની Acco-125 મોસા ના વાહન માલિકની વિગત મેળવી ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે ગુનાના કામે સંડોવાયેલ આરોપીની માહિતી મેળવતા આ કામે કિરણભાઇ મહેશભાઇ ચૌહાણ રહે. વેડપુર તા. વાઘોડીયા જિલ્લો વડોદરા નાઓ હોવાનું જણાય આવતા આરોપીનુ લોકેશન મેળવી કવાંટ પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફને સદરી આરોપીની તપાસમાં મોકલેલ હતા અને વાઘોડીયા ખાતે જઈ સદરી આરોપીની માહિતી મેળવી વોચ રાખી આરોપી કિરણભાઇ મહેશભાઇ ચૌહાણ ઉવ. ૨૫ રહે. વેડપુર તા. વાઘોડીયા જિલ્લો વડોદરા નાઓને પકડી પાડેલ છે. આમ ક્વાંટ પોસ્ટમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશમાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા કવાંટ પોલીસ ને સફળતા મળેલ છે.


