Gujarat

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસ નિમિત્તે તા.૮ જાન્યુઆરીના રોજ રકતદાન શિબિરનું આયોજન

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું સંયુક્ત સાહસ છે. જેના ૧૭માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જી.જી. હોસ્પિટલ સરકારી બ્લડ બેન્કના સહયોગથી આગામી તા.૦૮/૦૧/૨૦૨૩ના સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી રકતદાન શિબિરનું આયોજન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, બેડી બંદર રોડ શાખા, આલીશાન એપાર્ટમેન્ટ, પટેલ કોલોની શેરી નં. ૦૭ની સામે, બેડી બંદર રોડ, જામનગર ખાતે કરવામાં આવ્યું છે.

આ રક્તદાન શિબિરમાં નગરજનોને ભાગ લેવા શ્રી એ.સી. મહેતા, રિજીયોનલ મેનેજરશ્રી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *