Gujarat

ઉનામાં ધો. ૧૦,૧૨ નાં વિદ્યાર્થીઓનું મોટીવેશન ભવ્ય રીતે યોજાયો, આ સેમીનારમાં ૨૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો,

ઉના ગીર ગઢડા તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન તથા નવનીત એજ્યુકેશન લિમિટેટનાં સહયોગથી શહેરનાં ઉન્નત નગર સોસાયટી ખાતે આવેલા ખોડલધામ પટેલ ભવનનાં વિશાળ ગ્રાઉન્ડમાં ઉના ગીરગઢડા તાલુકાના ધો.10 અને  12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ભવ્ય મોટીવેશનલ સેમિનારનું આયોજન છેલ્લા આઠ દિવસ સત્તત જહેમત ઉઠાવી સંપૂર્ણ કાર્યકમની તૈયારી કરીને તમામ શાળાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ધો. ૧૦,૧૨ ની પરીક્ષાની તૈયારી ભયમુક્ત રીતે આપી સફળતા પુર્વક શ્રેષ્ઠ કારકીર્દિનું ધડતર ધડી શકે તેનું વિવરણ પ્રસ્તુત સચોટ માર્ગદર્શન મળે તેવાં હેતુ સાથે નામાંકિત વક્તા અશોકભાઈ ગુર્જર અને ,હિતેશભાઈ સોલંકીને ખાસ વિદ્યાર્થીની કારકિર્દી ઉજ્જવળ બની રહે તેવાં હેતુ સર ખાસ ઉપસ્થિત રહી ૨૨૦૦ જેટલાં વિશાળ સંખ્યામાં છાત્રો ને શિક્ષકોને મોટીવેશન સ્પીચ દ્વારા માર્ગદર્શન આપેલ હતું.

 

ઉના ગીરગઢડા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશનનાં પ્રમુખ મુકેશભાઈ જોશી,ઉપ પ્રમુખ ભવ્યભાઈ પોપટ, નિવૃત્ત કેની પુરોહિતભાઈ, વિવેકાનંદ સ્કુલ સંચાલક ધનશયામભાઈ, હસમુખભાઈ, સ્વામી પૂ.માધવદાસ, કિશોરભાઈ, ધીરુભાઈ, વિનયભાઈ સહિત એસોસિયેશન સભ્યએ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.  તાલુકામાં સૌ પ્રથમવાર શૈક્ષણિક સેમિનાર મોટીવેશનનું આયોજન થતાં શિક્ષણનાં નિષ્ણાત તજનો શિક્ષકો વાલીઓ શાળાના સંચાલકો મોટી સંખ્યામાં પોતાનાં વિદ્યાર્થીને વાહનો દ્વારા કાર્યકમ સ્થળે લઇ પહોંચ્યા હતા. સુંદર વ્યવસ્થા અને ખીચોખીચ મેદની વિદ્યાર્થીઓની હાજરી આ કાર્યક્રમને સફળતાંને ચાર ચાંદ લગાવી દીધા હતા મહેમાનો વાલીઓએ પણ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમની શરૂઆત પહેલાં બાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરેલ હતું. આ તકે ઉપસ્થિત અગ્રણી શિક્ષકો અને કાર્યક્રમને સહયોગ આપનાર અગ્રણી આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારના આરોગ્ય વિભાગની કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈનનું પાલન કરીને માસ્ક પહેરીને તેમજ સેનીટાઈઝરનો ઉપયોઞ સાથે આ સેમિનાર યોજાયેલ ત્યાર બાદ ડી એસ સી સ્કૂલનાં સંચાલક ભવ્યભાઈ પોપટનાં ફલેમીગો રિસોર્ટ ખાતે સમૂહ ભોજન તમામ સંચાલક મિત્રો એ માણ્યું હતું…

 

.-૧૦૧૨-નાં-વિદ્યાર્થીઓનું-મોટીવેશન-ભવ્ય-રીતે-યોજાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *