૧૪૯ લોકોએ આંખની તપાસ કરાવી,૩૯ લોકોને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો.સ્વ.જતીનભાઈ શેઠ પરીવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રાજકોટ રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટના ડોક્ટરો આ કેમ્પમાં આવ્યા હતા.જેમાં ૧૪૯ લોકોએ આંખોની તપાસ કરાવી હતી જેમાંથી ૩૯ લોકોને મોતીયાના ઓપરેશનની જરૂર હોવાથી તમામ ને રાજકોટ રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ૩૯ દર્દીઓએ વિનામુલ્યે લઈજવામાં આવ્યા હતા અને તમામ ને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કરી આપવામાં આવશે.આ કેમ્પને સફળ બનાવવા માટે મુકુંદભાઈ વઢવાણા,ડો.સુમન પુજારા,રાજેશભાઈ નારેચણીયા,સૈફુભાઈ સહીતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


