Gujarat

ગીરગઢડાના હરમડિયા ગામમાં વહેલી સવારે બે સિંહઓનુ પેટ્રોલીંગ સી સી ટીવી કેમેરામાં કેદ…

ઉના ગીરગઢડા પંથકના ગીર નજીક આવતા ગ્રામ્ય વિસ્તારો અવાર નવાર વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં આવી ચડતા હોય અને ગામમાં રખડતા પશુઓ ઉપર હુમલો કરી મારણની મિજબાની બાદમાં સીમમાં જતાં રહે છે. થોડા દિવસ પહેલા અલીદર ગામમાં સિંહ દુકાનની સીડી ઉપર ચઢ્યો હોવાનો વિડિયો સામે આવ્યો હતો. ત્યારે વધુ એક ગીરગઢડાના હરમડિયા ગામમાં બે સિંહ આટાફેરા કરતા હોવાનું સી સી ટીવી કેમેરામાં કેદ થયેલ છે.

હરમડિયા ગામની અંદર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બે સિંહ ગામમાં મુખ્ય રસ્તા પરથી આરામથી પસાર થઈ શહેરી વિસ્તારની ગલીઓમાં શિકારની શોધમાં નીકળ્યા હતા. અને ગામમાં આંટાફેરા કરતા હોવાની સમગ્ર ઘટના વેપારીના સી સી ટીવી કેમેરામાં બે સિંહો કેદ થયેલ હતા. જેમ એક પછી એક સિંહ હરમડિયા ગામનાં મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. અને વહેલી સવારે ગામમાં પશુનું મારણ કરી મિજબાની માણી બાદમાં સીમ વિસ્તારમાં જતાં રહેલ આમ ગામ બે સિંહો આવી ચઢતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

 

 

-મધ્યમાં-સવારે-બે-સિંહઓનુ-પેટ્રોલીંગ-સી-સી-ટીવી-કેમેરામાં-કેદ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *