મજૂરી કરતા પિતાની દીકરી દિપાલી બોડેલીની શિરોલાવાલા સ્કૂલમાં ધો.12 માં અભ્યાસ કરે છે…
બોડેલી તાલુકાનાં ગૈડીયા ગામનાં ગરીબ પરિવારનાં કનુભાઈ રાઠવા હાલ બોડેલી ની કોટન જીનીંગ ફેક્ટરીમાં કામ કરે છે તેઓની દીકરી દિપાલી રાઠવા બોડેલીની શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે.
બોડેલીની કોટન જીનમાં મજૂરી કરતા પિતા સાથે ક્વાર્ટર માં રહેતા પરિવારની દીકરી દિપાલી બોડેલીની શેઠ એચ એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ ની સાથે તિરંદાજીની છેલ્લા પાંચ વર્ષ થી પ્રેક્ટિસ કરે છે. તેની જરૂરિયાતો પિતા પૂરી ન કરી શકે પણ તેમના સ્વજનો મદદ કરતા અને પ્રોત્સાહન આપતા જેનું ફળ આજે દિપાલી ને મળ્યું છે. ગરીબ પરિવાર માં ઉછરેલી દીકરી દિપાલીએ તાજેતરમાં અખિલ ભારતીય વનવાસી આશ્રમ (ભારતીય રાઉન્ડ) ચપકી, સોનભદ્ર, ઉત્તર પ્રદેશ ખાતે તારીખ 30 ડિસેમ્બર થી બે જાન્યુઆરી દરમિયાન યોજાયેલ તિરંદાજી (આર્ચરી) સ્પર્ધામાં નેશનલ લેવલમાં બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સમગ્ર આદિવાસી સમાજનું તેમજ શિરોલાવાલા સ્કૂલ અને બોડેલી નગર સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ હોય દિપાલી રાઠવા ની આ સિદ્ધિને બિરદાવી દિપાલી રાઠવા સાથે તેના કોચ નરપતભાઈ રાઠવાને શિરોલાવાલા હાઇસ્કુલ કમિટી ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલ, ઉપ-પ્રમુખ રાજુભાઈ શાહ તથા સુનિલભાઈ શાહ, મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળના સદસ્યો તેમજ સાથે સમગ્ર શાળા પરિવારે દિપાલી રાઠવા ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે.
દેશમાં તિરંદાજીમાં અવ્વલ નંબર મેળવતા આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
અગાઉ રાજ્યનાં ૧૧મા ખેલ મહાકુંભની રાજય કક્ષાની તિરંદાજી સ્પધૉ માં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામ ની દિકરી દિપાલી કનુભાઈ રાઠવાએ અંડર 17 માં સિલ્વર મેડલ જીતીને ગામનું તથા શિરોલાવાલા હાઈસ્કુલ નું ગૌરવ વધાર્યું હતું. જેથી તેને છત્તીસગઢમાં રમવા જવાની તક મળી હતી.
બોડેલી કોલેજની બાજુમાં રમત સંકુલમાં કાર્યરત આર્ચરી રમત નાં કોચ નરપતભાઈ રાઠવા પાસે દિપાલીએ તાલીમ લીધી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


