તારીખ ૪,૫,૬/૧/૨૦૨૩ ના રોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ નું પ્રતિનિધિ મંડળ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત ના બધાં બંદરો ઉપર પ્રાસંગિક મુલાકાત અર્થે દક્ષિણ ગુજરાત ના તમામ માછીમારો ની મુલાકાત કરી અને દક્ષિણગુજરાત ના બંદર ના પ્રશ્નો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી અને તે પડતર પ્રશ્નો ના નિવારણ માટે શ્રેષ્ઠ ઉકેલ લાવવા માટે તમામ પ્રયાસો કરવા કટિબદ્ધતા દર્શાવી હતી આ પ્રવાસ માં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના ઉપ પ્રમુખ શ્રી વાસુ ભાઈ ટંડેલ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના સલાહકાર શ્રી સુનીલ ભાઈ ગોહેલ, ગોપાલ ભાઈ.કે.ટંડેલ,(દાદા), કિર્તી ભાઈ ગોહેલ,મહામંત્રી શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી, પ્રદેશ માછીમાર સેલ ના પ્રદીપભાઈ ઉમરીગર, દિનેશ ભાઈ ચોંકી,ઈશ્વર ભાઈ ટંડેલ, ઠાકોર ભાઈ ટંડેલ, જેન્તી ભાઈ મીથિયા, શૈલેશ ભાઈ ટંડેલ, ભાવેશભાઈ ટંડેલ,રામદાસ ટંડેલ, અર્જુન ભાઈ ટંડેલ,નંદુભાઈ ટંડેલ, શૈલેશભાઈ હોડીવાલા, જગદીશ ભાઈ ટંડેલ, કનૈયાલાલ ટંડેલ, અનિલભાઈ ટંડેલ, સુરત માછીમાર સમાજ ના સુજીત ભાઈ, વિજયભાઈ, દિપકભાઈ કૈલાસ ભાઈ,વેગેરે આગેવાનો હાજર રહ્યા હતા. રીપોર્ટ= કાજલ ભટ્ટ તાલાલા ગીર


