Gujarat

પાટણના તિરૂપતિ માર્કેટમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, બધો માલ બળીને ખાખ થઇ ગયો

પાટણ
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ તિરુપતિ માર્કેટના અંદરના ગોળાઈના ભાગે ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કાપડના ગોડાઉનમાં સાંજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉડતા તિરુપતિ માર્કેટના વેપારીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી તો બનાવની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી મહા મુસીબતે કાપડના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેતા તિરૂપતિના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તિરુપતિ માર્કેટના ગોળાઈના ભાગે આવેલ ગ્રાઉન્ડ ફ્લોરમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગને ગોડાઉનમાં રાખવામાં આવેલ કાપડનો મોટો જથ્થો બળીને રાખ થતાં વેપારીને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.જાેકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પાલિકા ના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની જાણ લોકોને થતા લોકો દોડી આવ્યા હતા.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *