માણાવદરમાં કર્મશીલ રહેલું શ્રી ઉમિયા મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટે ભકિતધારા આવિર્ભાવ કરતી ભકિત સંબંધિત પદ્યરચનાઓ અન્વયે એક સત્સંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકગીત, ગરબા, ઉર્મિ કવિતા, લગ્નગીતો આદિ જેવી સ્પર્ધાઓ તો ઠેર ઠેર થતી હોય છે. પરંતુ સત્સંગ સ્પર્ધા થઈ હોય તેવું ધ્યાનમાં નથી. આ સ્પર્ધામાં માત્ર સ્ત્રીઓને જ ભાગ લેવાનું આયોજન હતું.
કારણ કે ભકિતની પરાકાષ્ઠા જો કોઈનામાં ઉત્તુંગ રીતે જોવા મળતી હોય તો તે કેવળ સ્ત્રીસહજે સુકુમાર હદયના મૃદુ કોમળ કમનીય ઋજુ ભાવોમાં જોવા મળે છે. વળી આત્મસંયોગ વિના ભકિત પરિપૂર્ણ થતી નથી. જેમ વ્યવહારમાં તેમ પ્રેમભકિતમાં સ્ત્રી જ સમર્પણ કરી શકે છે.
આ સ્પર્ધામાં પ્રધાન સૂર ભકિત ગદ્ય પદ્યરચનાનો હતો. તેમાં ઉર્મિની ઉત્કટતા જેટલી વિશેષ પ્રબળ તેટલી એની ધનીભૂત વ્યંજના પ્રગટતી હોય છે. તે તરફ લક્ષ્ય રાખી મહિલાઓએ પોતાના સ્વરો વહેતા કર્યા હતા.
આત્માની અનૂભૂત વ્યંજના આ સ્પર્ધામાં અભિવ્યકત થઈ હતી અને શ્રોતાઓએ તે ઝીલી લઈ પોતાને પણ ભકિતમાં ક્ધવર્ઝન કર્યા હતા. આ સ્પર્ધામાં ગેયતા વ્યકત કરતા નવ ગૃપો હતા. જેમાં ‘જય ગુરૂદેવ ગૃપ’, આર્ટ ઓફ લિવિંગ ગ્રુપ, ગાયત્રી ગ્રુપ, પુરૂષોતમ ગ્રુપ, રાધા ક્રિષ્ના ગ્રુપ, ભકિતમાતા ગ્રુપ, નીલકંઠ ગ્રુપ, દ્વારકાધીશ ગ્રુપ અને ગોપી ગ્રુપમાં પ્રથમ વિજેતા બનનાર ગ્રુપમાં પ્રથમ ‘ભકિતમાતા ગ્રુપ’ વિજેતા બન્યું હતું. દ્વિતીય નંબરે નીલકંઠ ગ્રુપ વિજેતા બન્યું ત્રીજા નંબરે પુરુષોત્તમ ગ્રુપ વિજેતા બન્યું હતું ગ્રુપોને આયોજકો દ્વારા વિવિધ ઈનામો, શિલ્ડ, પ્રમાણપત્ર આપી વધાવી નવાજવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે લોકગાયક અરજણભાઈ બાલસરા, સાહિત્ય મરમી પરેશભાઈ જોષી તથા વિષયના અભ્યાસી-તજજ્ઞ ડો. નિકુંજભાઈ શુકલે પોતાની સેવાઓ આપી હતી.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


