શાણાવાક્યા થી ગીરગઢડા સુધીની જનતાને પડતી મુસ્કેલીનો હલ થઇ…
ઉના વિધાનસભા ચૂંટણીમાં ચુંટાયેલા નવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના અથાંગ પ્રયત્નો તેમજ ડાયાભાઇ જાલૌધરા, અરજણભાઇ કાછડિયા સહિતના પ્રયત્નોથી ધોકડવા થી ગીરગઢડા તાલુકાને જોડતો રસ્તો વર્ષોથી વિવાદમાં હતો. ત્યારે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્રારા તુરંત ઈંટવાયા ગામના વિવાદિત રસ્તાનો અંત આવ્યો. ધારાસભ્યનુ સુકાન સંભાળતાની સાથેજ કાળુભાઇ રાઠોડ દ્વારા તાલુકાના વિવાદિત પ્રશ્નોની સમિક્ષા કરી એક પછી એક વિવાદનો અંત લાવવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે કમર કસી કામગીરીથી ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.
