Gujarat

સાવરકુંડલાના  લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા પે સેન્ટર શાળા નંબર એકમાં વિદ્યાર્થીઓને પતંગ વિતરણ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૧૦-૧- ૨૦૨૩ મંગળવારના રોજ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા ની સરકારી શાળા પે સેન્ટર શાળા નંબર એકની મુલાકાત લીધી હતી આ તકે શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ દ્વારા ધારાસભ્ય શ્રીને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
બાળકોના પ્રિય તહેવાર પૈકીનો  એક તહેવાર ઉત્તરાયણ હોય છે .આ તકે શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ હિતેશભાઈ જોશી ,કલ્પેશભાઈ વરિયા,અલ્પેશભાઈ ,જયસુખભાઈ હેતલબેન તેમજ નયનાબેન, નમ્રતાબેન, શિલ્પાબેન અને રૂબીનાબેન દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

IMG-20230110-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *