Gujarat

બોટાદમાં ભાભણ રોડ પણ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

બોટાદ
બોટાદ નગરપાલિકા અવાર નવાર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણને લઈ મૌખિક તેમજ લેખિતમાં સૂચના આપવામાં આવતી હોય છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા જાણ કરવામાં આવતી હોય છે. પણ રહીશો દબાણ જાતે દૂર નહિ કરતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે. બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ભાભણ રોડ પણ રહેણાંકી મકાન હોય કે દુકાનો હોય તેમની આગળ ગેરકાયદેસર રીતે માટી નાખી તેમજ ઓટલા બનાવી જાહેર જગ્યા પર પોતાનો કબજાે હોય તેવું સાબિત કરતા હોય છે. જેની સામે બોટાદ નગરપાલિકા દ્વારા લાલ આંખ કરતા નગરપાલિકાએ જી.સી.બી. દ્વારા માટી નાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે કામગીરીના કારણે રોડની પહોળાઈ વધુ થઈ જશે. જેના કારણે પાર્કિગ તેમજ વાહન ચાલકોને રાહત મળશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *