Gujarat

સાવરકુંડલા શહેરમાં આવતીકાલે સમગ્ર આકાશ પતંગોથી ઉભરાશે. સાવરકુંડલાવાસીઓ માટે આ મકરસંક્રાંતિ એટલે બસ પતંગ, પતંગ અને પતંગ.. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે જેવા ગીતોથી સમગ્ર સાવરકુંડલા શહેરનું આકાશ ગુંજી ઉઠશે.. એ કાપ્યો.. ઢીલ દે ભાઈ.. જો જાય…એ જો જે હો આપડી પતંગ કપાઈ નહીં. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગોત્‍સવને ભરપૂર માણવા માટે સાવરકુંડલાવાસીઓ શહેરના વિવિધ પતંગ ભંડાર માંથી પતંગ, દોરી અને ફિરકીઓ ખરીદવા નીકળી પડ્યાં. સાથે સાથે પતંગ ઉડાડતી વખતે આંગળીઓ ને ઈજા ન થાય તે માટે રબ્બરનીં ફિંગર પણ ખરીદતાં જોવા મળેલ. આમ તો આવતીકાલે સવારથી જ પતંગ રસિયાઓ પોતાની અગાસી ઉપર ચડીને પતંગ ઉડાડશે. આ સાથે અગાસી ઉપર ઓડિયો અલ્ટ્રા સાઉન્ડ મ્યુઝિક દ્વારા વિવિધ ગીતોના સંગાથે પતંગ રસિયાઓ ખુશીથી ઝૂમતાં પણ જોવા મળશે. તો વળી કોઈ ભાત ભાતના મહોરાં પહેરીને વિવિધ પ્રકારની પીપુડીઓ વગાડતાં  આનંદથી ચિત્કાર કરતાં જોવા મળશે. જ્યારે કોઈનો પતંગ પેચ દરમિયાન કપાશે એટલે જાણે યુધ્ધમાં વિજય થયો હોય તેમ હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠશે. પ્રસ્તુત તસવીરમાં આ પતંગ રસિયાઓના શોખને સંતોષવા માટે અમુક વેપારીઓ પતંગોત્‍સવ નિમિત્તે વિવિધ પ્રકારના પીપુડીઓ અને વિવિધ પ્રકારના મહોરાંઓ વેચી અને રોજીરોટી રળવાનો પ્રયાસ પણ  કરતાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *