Gujarat

સાવરકુંડલાના જેસર રોડ પર રહેતાં જ્યાણી પરિવારે પુત્રવધૂના લગ્ન કરાવી સમાજને નવો રાહ દેખાડ્યો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના જ્યાણી પરિવારે કર્યા પુત્રવધુના લગ્ન. સમાજને એક નવો રાહ દર્શાવ્યો. જેસર રોડ પર રહેતા રમેશભાઈ જ્યાણીના પુત્રનું બે વર્ષ પહેલાં કોરોના કાળમાં અવસાન થયું હતું. જ્યારે આજરોજ જ્યાણી પરિવારે તેના પુત્રવધૂના લગ્ન કરાવી કન્યાદાન આપી સમાજને રૂઢિગત રિવાજોને તિલાંજલિ આપી નવો રાહ ચીંધ્યો છે આ લગ્ન પ્રસંગમાં  શહેરના રાજકીય અને ધાર્મિક અગ્રણીઓની ઉપસ્થિતિ પણ જોવા મળેલ. માનવમંદિર સંત શ્રી ભક્તિરામબાપુ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત પણ આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પૂ. ભક્તિરામ બાપુએ નવદંપતીને આશીર્વાદ આપતાં જૂનાં રીત રિવાજોને તિલાંજલિ આપવા માટે જ્યાણી પરિવારની પ્રશંસા કરી હતી. પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે પણ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

IMG-20230116-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *