Gujarat

બોડેલી તાલુકા માંથી પસાર થતી સુખી કેનાલ અઠવાડિયામાં બીજી વખત ઓવર ફ્લો સુખી સિંચાઇ યોજનાની નહેર છકલાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં! ખેતરોમાં જળબંબાકાર થઇ જતાં રાતા પાણીએ ખેડૂતોને રોવાનો વારો! સિંચાઇ વિભાગની અક્ષમ્ય અને ઘોર બેદરકારીને લીધે ખેડૂતોને નુકસાન સર્જાયું હોય તંત્ર જ વળતર આપેની કિસાનોની માંગ!

ખેડૂતોએ સિંચાઇ વિભાગના અધિકારીને કોલ કર્યો તો જવાબ મળ્યો,”હું રજા પર છું!”
બોડેલી તાલુકાના જબુગામના બૈડી ફળિયામાંથી સુખી સિંચાઇ યોજનાની માઇનોર નહેર નીકળે છે.આ નહેરથી કમાન્ડના ખેડૂતોને હાલ શિયાળું ખેતી માટે પાણી આપવાનું ચાલુ છે. સુખી સિંચાઈની આ નહેર અચાનક છલકાવા લાગતા અહીંના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. ખેડૂતોએ પાણીને રોકવા માટે અથવા પ્રયત્ન કર્યા છતાં પણ નહેરની લાઇનિંગ ટોપ લેવલ પરથી પાણી છલકાઈને ખેતરોમાં બે કાબુ બનીને વહેતા થયા હતા.આ વિસ્તારના ખેડૂતોએ એકત્રિત થઈને આ પાણીને કઈ રીતે રોકી શકાય તેમજ નહેરમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાઓ દૂર કરીને પણ પાણી નહેરમાં આગળ નીકળી જાય તેવા પ્રયત્નો કરવા છતાં આ પાણી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ નોતરી ગયા હતા.ખેડૂતોએ આ અંગે બોડેલી સિંચાઈ વિભાગ નં. 2 ની કચેરીમાં સબ ડિવિઝન કચેરી નં. 12 માં ફરજ બજાવતા અધિકારીને ટેલીફોનિક જાણ કરી સુખી સિંચાઈની નહેર છલકાઈ ગઈ છે અને ખેડૂતોના પાકને ભારે નુકશાન નોતરી રહેલ છે તેમ જણાવતા ટેલીફોનિક વાતચીતમાં અધિકારીએ પોતે રજા પર છે તેઓ અદ્ધરતાલ જવાબ આપી દીધો હતો. ફરજ પરના અધિકારીના આવા જવાબ સામે ખેડૂતો તંત્ર તરફથી કોઈપણ મદદ મળવાની નથી તેમ સમજી જળબંબાકાર થયેલા ખેતરોમાં પાણીને લઇ પોતાની અને પોતાના ખેતરની બરબાદી નો નજારો જોતા જ રહી ગયા હતા.ખેડૂતોમાં આ અંગે ભારે આક્રોશ આપેલો છે. આ વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય તેમજ ચૂંટાયેલા અન્ય પ્રતિનિધિઓ, અધિકારીઓ ખેડૂતોને વારંવાર નહેરમાંથી પાણી છલકાઈ જવાને કારણે થતા નુકસાન સામે બચાવવા માટે ક્યારે પ્રયાસો હાથ ધરવામાં આવશે? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
15 દિવસમાં એજ નહેર બીજી વાર છલકાઇ ગઇ!
15 દિવસ પહેલા આજ નહેર લાઇનિંગ ટોપ પર થી પાણી છલકાઈ ગયા હતા ત્યારે પણ ખેડૂતોને ત્રણ દિવસ પાણી સતત છલકાતા રહ્યા બાદ નયના પાણી બંધ કરવામાં આવ્યા હતા ફરી એક વખતે આ નહેર છલકાઈ ગઈ છે અધિકારીઓ તરફથી રિસ્પોન્સ ન મળવાથી ખેડૂતો પાણી બંધ થશે કે કેમ તે જ સમજી શકતા નથી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230118-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *