Gujarat

જિલ્લાના એક પત્રકાર સહિત ૫ લોકોને જિલ્લા કલેકટર દ્વારા ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્રો અપાયા.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લામાં સૌપ્રથમ વખત માર્ગ અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને સમયસર મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવનારા જિલ્લાના ૫ કોમન મેનનુ ગુજરાત સરકારના અતિ પ્રતિષ્ઠત ગુડ સમરટન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણીએ આ એવોર્ડ વિજેતાઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર આપી તેમની સેવાના ઉતકૃષ્ટ કાર્યને બિરદાવ્યું અને આશા સેવી હતી કે આ પ્રસંશનિય કામગીરીથી જિલ્લાના તમામ લોકોમાં રોડ અકસ્માત દરમિયાન તત્કાલ સારવાર આપવા હેતુ લોકજાગૃતિ કેળવાશે.
ગુડ સમરટન મેળવનાર વિજેતાઓમાં કનીજ ગામના  દિનેશભાઈ કુબેરભાઈ પુરવીયા, કઠલાલ-ભાનેરના  નંદુભાઈ નાગદનભાઈ ચાવડા, નડિયાદ, પટેલ પાર્ક સોસાયટીના ચિરાગભાઈ પ્રવીણભાઈ પટેલ, મિલ્લત નગરના ફિરોજખાન સરફરાજખાન પઠાણ અને મંજિપુરાના  પુનમભાઈ સાકળભાઈ સોલંકીએ અકસ્માત સમયે એક જાગૃત નાગરીક તરીકેની તેમની ફરજ સમજી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પીટલ પહોંચાડ્યા હતા.
આ ઉપરાતં હોસ્પીટલમાં જરૂરી પક્રિયાઓમાં ઘરના સભ્યોની જેમ ઈજાગ્રસ્તોને મદદરૂપ બનવાનું ભગીરથ કાર્ય આ સમરટન વિજેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
અકસ્માત દરમિયાન ગોલ્ડન આવર્સનો સમય એટલે અકસ્માત પછીનો સમય ખુબ જ મહત્વનો છે. જો ગોલ્ડન આવર્સના સમયમાં ઘાયલ વ્યક્તિને તત્કાલ મેડિકલ સહાય પુરી પાડવામાં આવે તો તેનો જીવ બચવાની સંભાવના ઘણી જ વધી જતી હોય છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ  રંજનબેન વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર  બી.એસ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *