Gujarat

હારીજના કુકરાણાની માઇનોર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ, ખાલી કેનાલમાં બેસીને વિરોધ નોંધાવ્યો

પાટણ
હારીજ તાલુકાના કુકરાણા પાસે પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં રવિ પાકના સિઝન માટે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે માંગ કરવામાં આવી હતી. હારીજ પંથકમાં ખેડૂતો દ્વારા હાલમાં રવિ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું હોય સિંચાઈના પાણી માટે તાતી જરૂરિયાત વચ્ચે માઇનર કેનાલો ખાલી ખમ પડી હોય ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી હોય શનિવારે ખેડૂતો દ્વારા માઇનોર કેનાલ પાસે પાણી છોડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કુકરાણા થી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *