પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રિય કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા-2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધા ને અંતે પ્રથમ ત્રણ વિજેતા ને ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના સુકાની શાહિદ શેખ એ જણાવ્યું હતું કે, જીવનના દરેક તબક્કે આપણે પરીક્ષા આપવાની હોય છે. આપણા મન-મષ્તિક માં પરીક્ષાનો ડર કે ભય ના જ હોવો જોઈએ. આપણે સૌ પરીક્ષા વોરિયર્સ જ છીએ. પરીક્ષામાં નાપાસ થવાય ત્યારે આપણે નાસીપાસ થવાની જરૂર નથી. કોઈપણ પરીક્ષા અંતિમ હોતી નથી. અને દરેક પરીક્ષા આપણને કંઈક નવી શિખ આપે છે. કાર્યક્રમના અંતમાં શાળાના મ.શિક્ષક સચિન પંચાલ દ્વારા ઉપસ્થિત તમામ પાસે પરીક્ષા વોરિયર્સ ના શપથ લેવડાવ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


