Gujarat

ફેરકુવા ગ્રામ પંચાયતમાં બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ   

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સંકલનમાં રહી  આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જીલ્લામાં નોધાયેલ અનડિટેકટ ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે ફેરકુવા ગ્રામ પંચાયતમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઇસમો ચોરીનો મુદામાલ લઇને બોલેરો ગાડિમાં વેચવા જનાર છે તેવી હકીકત આધારે તેઓને ફેરકુવા રેલ્વે ગરનાળા પાસે વર્ણન મુજબના ઇસમોને બોલેરો સાથે કોર્ડન કરી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ઘરફોડી ચોરી બાબતે પુછપરછ કરતા તેઓએ ફેરકુવા ગ્રામ પંચાયત ખાતે ચોરી કરેલાની કબુલાત કરતા રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ ગુનો ડિટેકટ કરવામા આવ્યો અને પકડાયેલ આરોપીઓને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં  આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230121-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *