ઊના તાલુકામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વિવિ વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાજરાની
વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી. બાજરીના મુઠીયા, બાજરાના લોટનીરા રાબ, જુવારનો વેજીટેબલ ઉપમાં મસાલા
રોટલો, બાજરીના મુઠીયા જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી. પ્રથમ નંબર જુની કન્યા શાળા ઉનાને રૂ.૫ હજારનું ઇનામ
આપેલ હતું. બીજો નંબરે નાંદરખ પ્રા.શાળાને રૂ. ૩હજાર પુરસ્કાર આપેલ તેમજ ત્રીજો નંબરે ઉના સ્યુગર ફેક્ટરી પ્રા.શાળાનો
આવેલ તેને રૂ.૨ હજાર પુરસ્કાર આપી તમામનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં મધ્યાહન ભોજન શાખાના
ના.મામલતદાર અને બીઆરસી, સીડીએચઓ અને તાલુકા શાળાના આચાર્ય હાજર રહ્યા હતા.


