Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના તેજગઢ ફાટક પાસેથી કિ.રૂ.૧૩,૦૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ  આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેજગઢ રેલ્વે ફાટક પાસે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક  હોન્ડા એવીટર સ્કુટર ચાલક પોતાના કબ્જાની એક્ટીવા લઇને આવતા તેને રોકવાનો ઇશારો કરતા તે રોકેલ નહીં અને રોડની સાઇડમાં હોન્ડા એવીટર સ્કુટર ઉતારી ખેતર તથા જંગલ ઝાડીનો લાભ લઇ ભાગી ગયેલ તેનો પીછો કરતા જે પકડાયેલ નહીં જેથી સ્કુટર ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૮૪ કિ.રૂ.૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ હોન્ડા એવીટર સ્કુટર રજી નંબર GJ-23-BB-4722 સાથે પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230121-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *