જેમાં છોટાઉદેપુર જિલ્લા સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ,પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના સિનિયર ઉપ પ્રમુખ,તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી/મંત્રીશ્રી અને હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. કારોબારીની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય કરી કવાંટના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્વ. શ્રી બાબુભાઈ વણકરના દુઃખદ અવસાન સંદર્ભે મૌન પાળવામાં આવ્યું હતું. જિલ્લાના ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર શિક્ષક રાઠવા છત્રસિંહભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આદિવાસી એકતા સંમેલન તારીખ- 13 થી 15 જાન્યુઆરી દરમિયાન કવાંટના હમીરપુરા મુકામે યોજાયું હતું. જેના સુંદર આયોજન બદલ આદિવાસી એકતા પરિષદના અને કવાટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાઠવા શનીયાભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા એજન્ડા મુજબના તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી તમામ તાલુકા સંઘના પ્રમુખ,મંત્રી ,જિલ્લાના હોદેદારો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ, પુરવણી બિલો,બીએલઓ બાબત તેમજ તેમની કામગીરી,બાકી સ્ટીકરો , એચ-ટાટ તમામ પ્રશ્નો,જૂની પેન્શન યોજના,CPf ના ફાળા નો પ્રશ્ન,તારીખ – 27/04/2011 પહેલા થયેલી વિધાસહાયકની ભરતીને નિવૃત ની જગ્યાઓ સામે પૂરા પગારમાં સમાવેશ કરવા બાબત,બાકી બદલી કેમ્પો ઝડપથી થાય તે પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માં રજુ કરવાનું નક્કી કર્યું . પ્રશ્નોનું નિરાકરણ લાવવા કારોબારી બેઠકમાં તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી સમયમાં કિકેટ ટુર્નામેન્ટ -2023 નું આયોજન કરવા તેમજ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નું સયુંકત ત્રી માસિક ઇ સામાયિક ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું,આ સિવાય ના વ્યક્તિગત પ્રશ્નો ની ચર્ચા પણ કરવામાં આવી. પ્રમખ સ્થાનેથી શૈલેષભાઈ રાઠવાએ સભાસદ ફી અને શિક્ષક ભવનનું બાકી કામ પૂર્ણ કરવા બાબત તેમજ જિલ્લા કક્ષાના પડતર પ્રશ્નો જે રજૂ થયેલ છે તેના નિકાલ માટે પ્રમુખ,મહામંત્રી અને હોદેદારો દ્વારા જે તે જગ્યાએ રજુઆત કરવા અને સંકલન કરી નિકાલ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.કાર્યક્રમને અંતે આભાર વિધિ માયાબેન જોષી સિનિયર ઉપપ્રમુખ દ્વાર કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


