Delhi

ભારતમાં બનેલી પ્રથમ નેઝલ વેક્સિન ૨૬ જાન્યુઆરીએ લોન્ચ થશે, બૂસ્ટર ડોઝ તરીકે કરશે કામ

નવીદિલ્હી
કોરોના વિરુદ્ધની લડાઈમાં ટૂંક સમયમાં વધુ એક સફળતા મળવાની છે. ભારતમાં ડેવલપ કરવામા આવેલી નેઝલ વેક્સીન ૨૬ જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિનને ભારત બાયોટેકે બનાવી છે. આ વેક્સિનનું નામ ૈદ્ગર્ઝ્રંફછઝ્રઝ્ર રાખવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ ભારત બાયોટેકના મેનેઝિંગ ડિરેક્ટર કૃષ્ણા ઈલ્લાએ કહી છે. તે ભોપાલમા આયોજીત ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ દરમિયાન બાળકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. ઈલ્લાએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા કહ્યું કે, ભારતમાં બનેલી લંપી સ્કીન ડિસીઝની વેક્સિન પણ ટૂંક સમયમાં તૈયાર થનારી છે. તેનું નામ ન્ેદ્બॅૈ-ઁિર્ફટ્ઠષ્ઠૈંહઙ્ઘ રાખવામા આવ્યું છે. આશા છે કે, તે આગામી મહિને લોન્ચ થઈ શકે છે. ભોપાલના મૌલાના આઝાદ નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આયોજીત આઈઆઈએસએફના સેગમેન્ટ ફેસ ટૂ ફેસ વિદ ન્યૂ ફ્રંટીયર્સ ઈન સાયન્સમાં પાર્ટિસિપેટ કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, અમારી નેઝલ વેક્સિન સત્તાવાર રીતે ૨૬ જાન્યુઆરી એટલે કે, ગણતંત્ર દિવસે લોન્ચ થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ડિસેમ્બરમાં ભારત બાયટેકે આ વાતની જાહેરાત કરી હતી કે, તે સ્વદેશી ઈંટ્રનેઝલ વેક્સિન ૩૨૫ રૂપિયા પ્રતિ શોટના હિસાબે વેચશે. આ રેટ સરકાર દ્વારા સંચાલિત સ્વાસ્થય કેન્દ્ર પર આપવામાં આવશે, તો વળી પ્રાઈવેટ હોસ્પિટલમાં તેને ૮૦૦ રૂપિયે પ્રતિ શોટના હિસાબથી આપવામાં આવશે. હાલમાં ચીનમાં ફેલાઈ રહેલા કોરોના વિસ્ફોટના કારણે દેશમાં પણ કોરોના મહામારીને લઈને ચિંતા વધી ગઈ હતી. પણ ત્યારે આવા સમયે વૈજ્ઞાનિકોએ મોટી રાહત તરીકે નેઝલ વેક્સિનને લોકો સુધી પહોંચાડવાનું કામ પુરુ કરી લીધું છે. નેઝલ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે પણ લગાવી શકાશે. તેની ખાસિયત એ છે કે, આ વેક્સિન વાયરસના ઈંફેક્શનને અને ટ્રાંસમિશન પર પણ અસર કરશે. આપને જણાવી દઈએ કે, જે લોકોએ કોવિશીલ્ડ અને કોવૈક્સિનના ડોઝ લઈ ચુક્યા છે, આ બંને માટે આ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *