નવીદિલ્હી
ફિલ્મ પઠાણ ૨૫ જાન્યુઆરીએ રિલીજ થઇ રહી છે.ફિલ્મની એડવાંસ બુકીંગ પણ જાેરશોરથી ચાલી રહી છે પરંતુ ફિલ્મનો વિરોઝ ઓછો થવાનું નામ લઇ રહ્યો નથી વીએચપી નેતા સાધ્વી પ્રાચી સતત ફિલ્મને લઇ નિવેદનબાજી કરી રહ્યાં છે.તેમણે ટિ્વટર પર પઠાણની એડવાંસ બુકીંગનો ઉલ્લેખ કરતા શાહરૂખ ખાન પર ટીપ્પણી કરી છે. સાધ્વી પ્રાચીએ લખ્યું છે કે જાે પઠાણ આટવી જ બંપર એડવાંસ બુકીંગ ચાલી રહી છે તો પીવીઆરને શેર કેમ તુટી ગયા.કેટલા પણ પૈસા લગાવી લો શાહરૂખ ખાન તમે જનતાને હવે પપ્પુ બનાવી શકશો નહીં સાધ્વીએ ટ્વીટ પર તમામ લોકોએ તેમનું સમર્થન કર્યું છે જયારે કેટલાકે તેમની ટીકા કરી છે. નવીનીત ઝા નામના યુઝરે લખ્યુ પ્રાચી પપ્પુ તમે તમે છો અને જનતાને બનાવી રહ્યાં છો.પીવીઆર શાહરૂખ ખાનના ખર્ચે ચાલતી નથી કેતને લખ્યું ફિલ્મ બનાવનારાથી વધુ તો તમે પઠાણનું પ્રમોશન કરી રહ્યાં છો. લાગેલા રહો સારૂ કરી રહ્યા છે.મહમુદ અનવરે લખ્યું અરે દીદી વિનેશ ફોગાટ જંતર મંતર પર બેઠા છે પોતાના હક માટે પઠાણના બાયકોટ કરી ચુકયા છે તો તે મહિલા માટે પણ બે ટ્વીટ કરી દો. અન્યએ લખ્યું છે કે દિવસભર ચિંતા કરો છો આ મોહ માયા છે ત્યારબાદ પણ આમ જ પ્રમોશન કરી રહ્યો છે.પ્રમોશન કરતા રહો અને ચિંતા કરતા રહ્યો આ પહેલા પણ સાધ્વી પ્રાચીને ટ્વીટ કરતા લોકોથી ફિલ્મને ન ચાલવા દેવાની અપીલ કરી હતી તેમણે લખ્યું હતું કે વિહીપ નેતા સાધ્વી પ્રાચીએ ટ્વીટ કરતા કહ્યું કે જે કરવું પડે તો કરો સનાતનીઓ હવે પઠાણ ફિલ્મને કોઇ પણ સ્થિતિમાં ભારતમાં પઠાણને ચાલવા દેશે નહીં આ પહેલીવાર નથી જયારે સાધ્વી પ્રાચીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઇ ટ્વીટ કર્યું છે આ પહેલા સાધ્વી પ્રાચીએ ટ્વીટ કરતા સવાલ કર્યો હતો કે કોણ કોણ પઠાણનો બહિષ્કાર કરી રહ્યાં છે મારી સાથે.તેમણે ટિ્વટર પર જનતાને પણ કહ્યું હતું કે ૨૫ જાન્યુઆરીએ શાહરૂખ ખાનની અકડ કાઢી દો. તેમનું કહેવુ છે કે આ ફિલ્મ કોઇ પણ સ્થિતિમાં ચાલવા દેશે નહીં તે રોજ આ ફિલ્મને લઇ ટ્વીટ કરી રહ્યાં છે. એ યાદ રહે કે શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ મોટા પડદે જાેવા મળશે ભલે જ લોકો ગમે તેટલો વિરોધ કરી લે પરંતુ ખાનના પ્રશંસકો ફિલ્મની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે.પઠાણમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ છે.આ ઉપરાંત જાેન અબ્રાહ્મ પણ મહત્વપૂર્ણ ભુમિકામાં છે.


