Gujarat

જામજાેધપુરમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધને લઈને પત્નીએ ઝેરી દવા ગટગટાવી

જામનગર
જામજાેધપુર તાલુકા મથકે માત્ર ૫ દિવસના લગ્નગાળામાં જ પતિએ પરણીતાને મરવા મજબૂર કર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધને લઈને માનસિક ત્રાસ આપતા પતીથી છુટકારો મેળવવા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક પરીણિતાના માતા આરોપી જમાઈ સામે પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. તા.૪થી ડિસેમ્બરના રોજ બંને વેવાઈ પક્ષ દ્વારા રાજી ખુશીથી દંપતીના લગ્ન કરવામાં આવ્યાં હતા. પરંતુ માત્ર પાંચ દિવસમાં હતું ન હતું થઈ ગયું. પાંચ દિવસ પૂર્વે જે આંગણે લગ્ન થયા તે જ નવોઢાની અર્થી ઉઠતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લગ્ન ગાળામાં એવું તે શું થયું કે પરિણીતાને જીવતર ટુંકાવવું પડ્યું. જામજાેધપુર તાલુકા મથક વિસ્તારમાં રહેતા ચેતનભાઇ ધીરજલાલ ચિત્રોડા નામના યુવાનના તા.૪ ડિસેમ્બરના રોજ સિક્કા ખાતે રહેતા તેના જ જ્ઞાતિના મેઘજીભાઈ નારણભાઈ ઘેડિયાની પુત્રી જાેસનાબેન સાથે રાજી ખુશીથી લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર પાંચ જ દિવસમાં જાેશનાબેને પતિના માનસિક ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવીને અંત આણ્યો હતો. આ બનાવને અંગે મૃતકના માતા ચંપાબેન એ તેના જ જમાઈ ચેતન ધીરજલાલ ચિત્રોડા સામે પુત્રીને મળવા મજબૂર કર્યા અંગેની જામજાેધપુરમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ચેતનને કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધ બંધાયો હતો અને તે સ્ત્રીને પોતાના ઘરમાં રાખવા માંગતો હતો. પતિના અનૈતિક સબંધના માનસિક ત્રાસના કારણે જ્યોત્સનાએ ઝેરી દવા પી મરવા મજબુર થયા હતા. આ બનાવના પગલે સિક્કાના પરિવારમાં માતમ છવાયો હતો.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *