હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
. ગીર સોમનાથ જિલ્લામાં નવોદય પ્રવેશ પરીક્ષા 2023 માટે ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ નો સામનો પડી રહ્યો છે ત્યારે હાલ પરીક્ષા ભરવાની છેલ્લી તારીખ નજીક હોય જ્યારે વિદ્યાર્થી તથા વાલીઓના આધારકાર્ડમાં જૂનાગઢ જીલ્લો હોવાથી ઓનલાઇન માં ગીર સોમનાથ જીલ્લો કરવા માટે વિદ્યાર્થીઓનો આધારકાર્ડ અપડેટ કરવાનું કહે છે જેનો સમય દસ દિવસ લાગે છે જેમાં જૂનાગઢ જીલ્લો જ બતાવે છે અને ઓનલાઇન ભરવા માટે સાઇડ પણ સ્લો ચાલતી હોવાથી વાલી ઓ અને વિદ્યાર્થીઓ ભારે તકલીફ ભોગવી રહેતા હોવાથી વાલી તથા વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે વિદ્યાર્થીઓનો વર્ષ નો બગડે જેથી કરીને નવોદય પ્રવેશ પરીક્ષા 2023 ની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે જેથી છેલ્લી તારીખ લંબાવવા તથા ઓનલાઇન માં પડતી મુશ્કેલીઓને સત્વરે નિવારણ લાવવા માટે નવોદયના વિદ્યાર્થીઓના વાલીઓ ની માંગ ઉઠી છે…
