Gujarat

લાલપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ રસોયાની નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવી

લાલપુર તાલુકાની આરીખાણા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી શાળા- ૧, ટેભડા વાડી શાળા- ૨, ધરમપુર પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, નવાણિયા પ્રાથમિક શાળા, નવાણિયા વાડી શાળા, પીપળી સ્ટેશન પ્રાથમિક શાળા, મણિપુર પ્રાથમિક શાળા, મેઘનુગામ પ્રાથમિક શાળા, મોડપરવાડી શાળા- ૧, મોટા પાંચસરા પ્રાથમિક શાળા, મોટા લખિયા પ્રાથમિક શાળા, સેવક ભાટિયા પ્રાથમિક શાળા, ખાયડી વાડી શાળા, બબરઝર વાડી શાળા- ૨, વીરેશ્વર વાડી શાળા- ગામ વાવડી, ગોવાણા વાડી શાળા-૧, સણોસરા વાડી શાળા- ૧, સણોસરા વાડી શાળા -૨, ચારણતુંગી વાડી શાળા – આ તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ રસોયાની ખાલી જગ્યા ભરવાની હોવાથી જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, લાલપુરથી અને મધ્યાહન ભોજન શાખામાંથી રજાના દિવસો સિવાય કચેરી સમય સવારે ૧૧:૦૦થી સાંજના ૦૬:૦૦ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ મેળવવાના રહેશે. આગામી તા.૧૩/૦૨/૨૦૨૩ સુધીમાં વિગતો ભરીને પ્રમાણપત્રની નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે.

આ અંગેના ઈન્ટરવ્યુની તારીખ અંગે રજૂ થયેલ અરજીઓ મુજબ લાયકાત ધરાવતા અરજદારોને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે.

આ યોજનામાં સંચાલક કમ રસોયા તરીકે નિમણુક પામનાર વ્યક્તિની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ અને મહતમ ૬૦ વર્ષની રાખવામાં આવી છે. ઉમેદવાર ધો. ૧૦ પાસ હોવા જોઈએ, અને તેજ ગામના વ્યક્તિ હોવા જોઈએ. જે ગામે ધો. ૧૦ પાસ ન હોય ત્યાં ધોરણ- ૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવશે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ, આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. 

અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જેમણે સંચાલક તરીકે ફરજ બજાવેલ હોય અને નિમણુંક માટે પાત્રતા ધરાવતા હોય તેવી વ્યક્તિઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય, માનદ વેતન મેળવતા હોય તેવા વ્યક્તિઓ, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી.

અરજી પત્રક સાથે શાળા છોડ્યાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદારશ્રી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *