Madhya Pradesh

મધ્યપ્રદેશમાં શખ્શે કર્યું ગાય સાથે દુષ્કર્મ, પોલીસે શખ્સની ધરપકડ કરી, ગુનો નોંધી તપાસ હાથ ધરી

મધ્યપ્રદેશ
ગ્રામજનોએ આરોપીને ગાય પર બળાત્કાર કરતા પકડીને તેના હાથ-પગ બાંધીને કપડા કાઢી નાખ્યા. અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને કેસમાં ફરિયાદ નોંધીને આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના રીવા જિલ્લાના તરાઈ ઝોનના જાનેહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક ૬૦ વર્ષીય વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી દિધી હતી. ગ્રામજનોએ જાતે જ આ દુષ્કર્મ કરતા આરોપી વૃદ્ધને પકડી પાડ્યો હતો, જેને નગ્ન અવસ્થામાં પકડી તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા અને પોલીસને બોલાવીને તેને હવાલે કરાયો હતો. આ મામલે ગાય પાલકની ફરિયાદ પરથી પોલીસે વૃધ્ધ સામે પશુ ક્રૂરતા સહિત ૩૭૭નો ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો છે અને આ અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવતાને શરમાવે એવો આ આખો મામલો સોમવાર રાતનો છે. સોમવારે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક ગ્રામજનોએ ૬૦ વર્ષના એક વ્યક્તિને બંધક બનાવી રાખ્યો છે. માહિતી બાદ ઘટનાસ્થળે જઈને ગ્રામજનોએ વૃદ્ધને હાથ-પગ બાંધીને નગ્ન હાલતમાં રાખ્યા હતા. પોલીસે જ્યારે કારણ પૂછ્યું તો ચોંકાવનારી વાત સામે આવી. ગ્રામજનોનો આરોપ છે કે તેઓએ વૃદ્ધને પાડોશીના ઘરની બહાર બાંધેલી ગાય પર બળાત્કાર કરતા રંગે હાથે પકડ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે રાત્રે અંધારાનો લાભ લઈને એક વૃદ્ધ વ્યક્તિ ગાયને ખીંટી સાથે બાંધીને ક્રૂરતાનું કૃત્ય કરી રહ્યો હતો, ત્યારે લોકોની તેના પર નજર પડી અને તે રંગે હાથે ઝડપી પાડ્યો. રાત્રી દરમિયાન ગામમાં આ હોબાળો થતાં પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી લિધી હતી. અને મંગળવારે સવારે ગાય પાળનારની ફરિયાદના આધારે વૃદ્ધ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *