નવીદિલ્હી
યુક્રેન-રશિયા યુદ્ધના વચ્ચે દ્ગછ્ર્ં અને યુરોપિન યુનિયનના કડક વલણને જાેતા રશિયાએ ભારતના વખાણ કર્યા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે નાટો, યુરોપિયન યુનિયન સિવાયના બ્રીકસ જેવા બહુરાષ્ટ્રીય પ્લેટફોર્મને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ભારતને આર્થિક શક્તિનું નવું કેન્દ્ર ગણાવતા રશિયન વિદેશ મંત્રીએ તેના નાણાકીય અને રાજકીય પ્રભાવને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત જેવા દેશો પહેલાથી જ અમેરિકા અને યુરેપિયન યુનિયનના સભ્ય દેશો કરતાં આગળ છે. અમેરિકા પર આકરા પ્રહાર કરતા લાવરોવે એરીટ્રિયામાં એક સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સામૂહિક પશ્ચિમ દેશો, નાટો અને યુરોપિયન યુનિયન જેવા એકમો દ્વારા સમૂહને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘બહુ-ધ્રુવીય વિશ્વની સ્થાપના એક હેતુપૂર્ણ પ્રક્રિયા છે. સામૂહિક પશ્ચિમ દેશો, યુનાઈટેડ સ્ટેટ્સ,નાટો અને યુરોપિયન યુનિયન સંપૂર્ણપણે વોશિંગ્ટન દ્વારા નિયંત્રિત છે.’ લાવરોવે તુર્કી, ઈજિપ્ત, પર્શિયન ગલ્ફ દેશો, બ્રાઝિલ અને અન્ય લેટિન અમેરિકન દેશોને બહુ-ધ્રુવીય દેશોના ભાવિ કેન્દ્ર તરીકે વર્ણવતા કહ્યું હતું કે તે વર્તમાન સમયમાં પ્રભાવશાળી અને આર્ત્મનિભર કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. એરિટ્રિયામાં એક સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જાહેરાત કરી હતી કે ૧૫મી બ્રીકસ સમિટ આ વર્ષના ઓગસ્ટના અંતમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાવાની છે. બ્રીકસ સંગઠનના વખાણ કરતા લાવરોવે કહ્યું હતું કે તે વિશ્વના વિકાસશીલ દેશોનો એક સહિયારો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે, ‘આ સંગઠન ૫ દેશોને એકજૂથ કરે છે જેમાં ૧૨થી વધુ અન્ય લોકો જાેડોવા માટે રસ ધરાવે છે.’ બ્રીકસ અને અન્ય દેશો વચ્ચેના સંબંધોને વિકસિત કરવા એ ઓગસ્ટમાં યોજાનારી આગામી સમિટની કેન્દ્રીય થીમ હશે.
