Gujarat

મહેસાણાના વેપારી સાથે થયેલી છેતરપીંડીના કેસમાં ગ્રાહક તકરાર કચેરીએ કર્યો રૂ. ૧૦.૮૩ લાખ ચૂકવવા આદેશ

મહેસાણા
મહેસાણા ખાતે રહેતા અને ય્ૈંડ્ઢઝ્ર મા સ્વસ્તિક મેટલ ફ્રેમનું કારખાનું ધરાવતા વેપારીને ધંધામાં મશીનની જરૂર પડતા મુંબઇ ખાતે મોમાઈ મશીન ટુલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના અંકિત કવા પાસેથી મશીન મંગાવ્યું હતું. જેના ૧૦ લાખ રૂપિયા એડવાન્સમા મહેસાણાના વેપારીએ આપ્યા હતા. મુંબઈ ની કંપનીએ મહેસાણા ના વેપારીને સમય જતાં મશીન કે રૂપિયા પરત કર્યા ન હોતા, જેથી મહેસાણા ના વેપારીએ ઉઘરાણી કરતા સામે વાળા વેપારીએ કોઈ જવાબ આપ્યા નહોતા ત્યારે અવારનવાર ઉઘરાણી કર્યા બાદ મુંબઈ ના વેપારીએ મહેસાણા ના વેપારીને મેસેજ દ્વારા કહ્યુ કે તમારે કોર્ટ કાર્યવાહી કરવી હોય તો કરી લેજાે આમ કહેતા મહેસાણા ના વેપારીએ મુંબઈ ના વેપારી વિરુદ્ધ મહેસાણા ગ્રાહક તકરાર કચેરીમાં ૨૦૨૧ વર્ષ દરમિયાન ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદીના વકીલ ભરત કુમાર જી પટેલે પોતાની દલીલો અને ઠોસ પુરાવા ગ્રાહક તકરાર માં રજૂ કરતા ગ્રાહક તકરાર કોર્ટે મુંબઇના વેપારીને મહેસાણા ના વેપારીને ૧૦ લાખ ૮૩ હજાર ૪૦૮ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો તેમજ ફરિયાદ દાખલ કર્યાની દિવસ થી ૮ ટકા વ્યાજ સાથે મહેસાણા ના વેપારીને ૩૦ દિવસમાં રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. તેમજ મહેસાણા ના વેપારીએ કરેલ ફરિયાદનો ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યો હતો

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *