Gujarat

ગાંધીનગરમાં તસ્કરોએ ખોરજની રેસ્ટોરન્ટ બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી કરી ફરાર

ગાંધીનગર
ગાંધીનગરના ખોરજ વૈષ્ણવો દેવી સર્કલ નજીક આવેલી બંધન રેસ્ટોરન્ટ બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. ૩૯ હજારની રોકડ ચોરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈ અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બાપુનગર ઉમિયાનગર સોસાયટીમાં રહી ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતા જયકુમાર શૈલેષભાઈ પટેલ ગઈકાલે સાંજના સમયે તેમના પત્ની, સાસુ અને વડસાસુ તેમજ દીકરાને કારમાં લઈને સંબંધીના લગ્નના રિસેપ્શન પ્રસંગે ખોરજની બંધન રેસ્ટોરન્ટ ખાતે આવ્યા હતા. એ વખતે રેસ્ટોરન્ટની બહાર કાર પાર્ક કરી બધા અંદર ગયા હતા. ત્યારે રાતના જમીને જય કુમાર તેમના નાના દીકરાને લઈને રેસ્ટોરન્ટની બહારની તરફ આવ્યા હતા. ત્યારે ગાડી નજીક જતાં માલુમ પડયું હતું કે, ગાડીનો પાછળનો કાચ તોડવામાં આવેલો છે. આથી કારમાં તપાસ કરતાં અંદરથી તેમની પત્નીની હેન્ડબેગ ગાયબ હતી. જેમાં એક મોબાઈલ ફોન, બાળકના સોના ચાંદીના નજરીયા તેમજ રોકડા રૂ. ૮ હજાર રાખેલા હતા. બાદમાં જયકુમાર સહિતના લોકોએ આસપાસ તપાસ કરી હતી. પરંતુ ચોરાયેલી હેન્ડ બેગની ભાળ મળી ન હતી. આ અંગે રેસ્ટોરન્ટનાં માણસોને પૂછતાંછ કરાઇ હતી. આખરે આ અંગે ફરિયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *