અમરેલી
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે દ્ગજીેંૈં પણ મેદાનમાં આવી છે. અમરેલીના સાવરકુંડલામાં દ્ગજીેંૈંના કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કરીને ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગેલ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને કેટલાક કાર્યકરોની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. અમરેલીમાં પરીક્ષા રદ થયા બાદ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. સવારથી સ્થિતિ કંટ્રોલમાં રહે તે માટે અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ દરેક તાલુકા મથકો ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. ઉપપ્રમુખ કેતન ખુમાણ અને કાર્યકરો, હોદેદારો સાથે સાવરકુંડલા પીપાવાવ અંબાજી હાઇવે પર ચકાજામ કરી વિરોધ પ્રદશન કર્યું હતું. હાઇવે ઉપર ટાયરો સળગાવી રોષ વ્યકત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી સાથે રોષ જાેવા મળી રહ્યો છે. સાવરકુંડલામાં દ્ગજીેંૈંના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કેટલાક કાર્યકરોની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી અને હાઇવે ખુલ્લો કરાવ્યો છે. જાેકે, ટાયરો સળગાવી આક્રોશ વ્યક્ત કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને વિદ્યાર્થીઓ ધમાલો ન કરે તે માટે દરેક એસ.ટી.બસ સ્ટેન્ડમાં પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. અમરેલી એસ.ટી.બસ સ્ટેન્ડમાં પણ વહેલી સવારે વિદ્યાર્થીઓએ રોષ વ્યકત કર્યો હતો, જાેકે, પોલીસ દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં પણ વિદ્યાર્થીઓ રોષ વ્યકત કરી રહ્યા છે.


