સંખેડા તાલુકાના દિવાળીપુરા ધુધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડમાં માજી મંત્રીએ બોગસ દૂધની ખરીદીના ઉધારે નાના રિકવરી કરાવી દૂધ મંડળીના બેન્ક ખાતે જમા કરાવવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને મંડળીમાં દૂઘ ભરતા સભાસદો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે મંડળીના માજી મંત્રી કંચનભાઈ ગણપતભાઈ બારીયા પોતાના ઘરના સભ્યોનું નામ મંડળીમાં દૂધ ભર્યા સિવાય દૂધની ખરીદી
ઉધારી દૂઘનો તમામ નફો પોતાના ઘરના સભ્યોના ખાતામાં જમા કરાવી દઈ છેલ્લા દસ વર્ષથી 32 થી 35 લાખ રૂપિયાનો કૌભાંડ કરેલ છે જે ગામના દૂધ ભરતા સભાસદોને આ બાબતની ગંધ આવી જતા બરોડા ડેરીમાં ઉગ્ર રજૂઆત કરતા મંડળીના મંત્રીએ તેમજ વ્યવસ્થા સમિતિના સભ્યોએ મંડળીમાંથી તરત જ રાજીનામા ધરી દીધેલ હતા આ અંગે દૂધ ભરતા સભાસદો દ્વારા અનેક રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં મંત્રી દ્વારા કરવામાં આવેલી ઉચાપત અંગેની રિકવરી કરવામાં આવતી નથી અને આ બનાવવાની સંલગ્ન કચેરીના જાળી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી જેથી કરીને આજરોજ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા રજીસ્ટાર ખાતે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમાં તેઓ દ્વારા જણાવેલ કે આ સંબંધિત અધિકારીઓ તરફથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન 15માં જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે આંદોલન પણ કરશે તેમ જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


