Gujarat

અમરેલી તાલુકાના ફતેપુર ગામની સીમ વાડી વિસ્તારમાથી ચોરી થયેલા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા પોલીસ ટીમ.

અમરેલી તાલુકાના ફતેપુર ગામના ઇશ્વરભાઇ કાનપરીયાની વાડીએથી ખેતીવાડીનુ ટ્રાન્સફોર્મર કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી થયેલ જેની ફરીયાદી મુકેશભાઇ સમાભાઇ પરમાર ઉ.વ.૪૨ ધંધો,નોકરી (પી.જી.વી.સી.એલ. કચેરી અમરેલી ગ્રામ્યમા નાયબ ઇજનેર) રહે,અમરેલી,જ્યોતીરાવનગર સોસાયટી, ચિતલ રોડ તા.જી.અમરેલીવાળાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૬૦/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૮૦, ૪૪૭ મુજબનો ગુનો રજી કરવામા આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ, તથા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકર
સિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લામા બનતા ચોરી, ઘરફોડ ચોરી જેવા અનડીટેકટ ગુનાઓ સત્વરે ડીટેકટ કરવા
તથા મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક,
અમરેલી વિભાગના શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ સઘળા પ્રયત્ન કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી પી.બી.લક્કડ સાહેબ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ, અંગત બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામા આવેલ, તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન આરોપીઓને પકડી પાડી યુક્તી પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલી હતી.
પકડાયેલ આરોપીઓ:-
– અમીતભાઇ ધીરૂભાઇ જીયાણી ઉ.વ.૨૮ ધંધો-ટી.સી બદલવાનુ રહે. બાબરા, હરીઓમ સોસાયટી તા.બાબરા જી.અમરેલી
– બાવચંદભાઇ ભનુભાઇ જાદવ ઉ.વ.૨૮, ધંધો.મજુરી રહે. બક્ષીપુર, રામજીમંદીર સામેની શેરી તા જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ –
– વીજ ટ્રાન્સફોર્મર કિ.રૂ.૩૭,૦૦૦/-
– ટાટા મોટર્સ મોડલ-૪૦૭ (GJ-01-TT-7828 કિ.રૂ.૧,૮૦,૦૦૦/-
આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.લક્કડ અમરેલી રૂરલ પો.સ્ટે.નાઓની પોલીસ ટીમ જોડાયેલ હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230201-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *