Gujarat

નડિયાદમાં લગ્ન સમારંભમાં પ્રકૃતિ રક્ષણનો નવતર પ્રયોગ…….!!!

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
એક ગાંધીવાદી શિક્ષકના અનોખી પહેલ…
નડિયાદ પાસેના શ્રીજી પાર્ટી પ્લોટમાં એક  નોખો અનોખો લગ્ન સત્કાર સમારંભ યોજાઈ ગયો.જેમાં રસોઈનો બગાડ અટકાવો,,પર્યાવરણ બચાવો,વીજળી બચાવો,પાણી બચાવો,પ્રકૃતિનું રક્ષણ કરો….જેવા માનવજાતને ઉજ્જવલ બનાવતાં  ચિત્રાત્મક સંદેશ મોટા મોટા ફ્લેક્સ બોર્ડ ઉપર શોભતા હતાં. જે અનેરી પ્રેરણા આપતાં હતા.તો સાથે તમામ મહેમાનોને રીટર્ન  ગીફ્ટ તરીકે તુલસી છોડ સાથે તુલસીના ૭૫ ઔષધ ઉપચારની (ઘર ઘર તુલસી,ગુણકારી તુલસી )પુસ્તિકાઓ ભેટ અપાઈ છે.
અહીં પ્રકૃતિ રક્ષણ સાથે આપણી સંસ્ક્રૃતિ-આપણી ઓળખની પણ વાત કરાઈ છે.
નડિયાદ  તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટના દીકરા યોગીનના શુભ લગ્ન તારાપુરના જયેશભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટની દીકરી ધ્વનિ સાથે ભવ્યતાથી ઉજવાયા…જે હાજર સૌ મહેમાનો માટે એક કાયમી સંભારણું બની રહ્યું…..!!! આ લગ્નની કંકોત્રી પણ ખૂબ પ્રેરક અને સાચવી રાખવી ગમે તેવી હતી.જેમાં પ્રકૃતિના ભક્ષક નહીં પણ રક્ષક બનવા…પર્યાવરણને જાળવવા વિનંતી કરતાં અગિયાર સૂત્રો હાલના સમયને ખૂબ અનુરૂપ મૂકેલા છે. જે લગ્ન પત્રિકા દ્વારા ૬૦૦ પરિવારમાં પહોંચ્યા છે…..!!! માનવી સામાજિક  પ્રાણી હોઈ સમાજની સારી નરસી તમામ બાબતની અસર તેના વ્યક્તિગત જીવન પર થાય છે…..તે બાબત અહીં જીવંત  રીતે જોવા મળી છે.નવદંપતિ યોગીન અને ધ્વનિ પોતે પર્યાવરણ પ્રેમી છે.તથા શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટનો પરિવાર નયનાબેન બ્રહ્મભટ્ટ અને જાગૃત પણ પ્રફૃતિ પ્રેમી હોવાથી આ નવતર પ્રયોગ  દ્વારા સમાજને દિશા ચીંધી છે..અત્રે ખાસ ઉલ્લેખનીય  છે કે બોચાસણવાસી  શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ  સંસ્થા ( BAPS ) ના  કાર્યકર એવા આ શિક્ષક  શૈક્ષણિક અને સામાજિક અનેક નવતર પ્રયોગ દ્વારા સમાજોપયોગી કાર્યો કરી રહ્યા છે.

IMG-20230201-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *