Gujarat

ડભોઇ તાલુકાના થુવાવી ગામે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ જુવારનો પોંક ટુરિસ્ટો

ડભોઇ તાલુકાના થુવાવી ગામે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ જુવારનો પોંક ટુરિસ્ટો,વાહનચાલકો અને એનઆરઆઈ ટુરિસ્ટો મોટા પ્રમાણમાં ત્યાં બેસીને આરોગે છે.આ જુવારનો પોંક બારેમાસ જોવા મળતો નથી.થુવાવી ગામે મહાકાલ પોંક સેન્ટર નામની દુકાન ચલાવતા મહેશભાઈ તડવી જણાવે છે કે આ સ્પેશિયલ જુવારના પોંકનું વાવેતર નવરાત્રી બાદ તુરંત કરવામાં આવે છે.૯૦ દિવસમાં કુણું જુવારનું ડૂંડું કાપી લાવી તેને કાળી માટીમાં નાખી ઓછા તાપના ચૂલે શેકવામાં આવે છે.શેકાયા બાદ કુણા જુવારના ડૂંડાને કાપડની થેલીમાં નાખી લાકડી વડે ખંખેરવામાં આવે છે.ખંખેર્યા બાદ તેને ચારણી વડે ચાળવીને સાફ કર્યા બાદ તેને ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.જેને પોંક કહેવામાં આવે છે.આ પોકને તૈયાર કરવામાં ખુબ મહેનતની જરૂર પડે છે.પરંતુ તેનો સ્વાદ લાજવાબ હોય છે.દિવાળી બાદ પોંક બઝારમાં આવી જાય છે.ઉત્તરાયણ એટલેકે જાન્યુઆરીના બીજા પખવાડિયા બાદ પોંક જોવા કે ખાવા મળતો નથી.જેથી પોંક ખાવાના રસિયાઓ થુવાવી ગામે આવતા જતા ખુબ મોટા પ્રમાણમાં પોકને આરોગે છે.અને પાર્સલ બનાવી ઘરે પણ લઇ જાય છે.આ જુવારનો પોંક ૬૦૦ રૂપિયા પ્રતિકિલો થી માંડીને ૧૦૦૦ રૂપિયા પ્રતિકિલો બઝારમાં વેચાય છે.એનઆરઆઈ ટુરિસ્ટો સૂકો પોંક પાર્સલમાં પોતાના દેશમાં લઇ જાય છે તેમ દુકાનદાર રાજેશભાઈ તડવીએ જણાવ્યું હતું.પોંકની સાથે ધાણા,મરચાની ચટણી,લીંબુમરી સેવ અને કોઠાની ચટણી ભેળવીને આપવામાં આવે છે જે પોંકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.એક દિવસમાં લગભગ એક દુકાનદાર ૫૦ થી ૬૦ કિલો જેટલો પોંક વેચે છે.સામાન્ય રીતે ૨૦ કિલો જુવારના ડુંડાંમાંથી ૩ થી ૪ કિલો પોંક મળે છે.પોંક બનાવવા ૭ વ્યક્તિઓની રોજ જરૂરિયાત પડે છે.જુવારના પોંકની ત્રણ મહિનાની સીઝનમાં ૨૦૦થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે.પોંકની સીઝન બાદ તેઓ ખેતીમાં જોતરાઈ જાય છે તેમ રાજેશભાઈએ જણાવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230203-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *