Gujarat

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેશ કેમ્પનું આયોજન

જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે અને
કોવિડ-૧૯ની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઇન્સપેકશનમાં
હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંતર્ગત, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની
પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ પાસે તા.૨૨/૦૨/૨૦૨૩ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે
તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ, લાલપુરમાં તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, ૬૬ KV બાજુનું મેદાન
આગળ યોજાશે. તેમજ જામજોધપુર ખાતે જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાન સ્થળે તા.૨૪/૦૨/૨૦૨૩ના
રોજ તમામ પ્રકારના વાહનોનો ફીટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.
ઉપરોક્ત સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફીટનેશ ચેકીંગ થશે. ફીટનેશ રીન્યુઅલ માટે આવતા
અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ
ઓનલાઈન કઢાવેલ હશે, તેનું જ ફિટનેસ ઇન્સ્પકેશન કરી આપવામાં આવશે. તેમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર
અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *