Gujarat

બીલીમોરામાં આઈસ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીકેજ

નવસારી
બીલીમોરા શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિધ્ધિ નામની આઈ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં કાર્યરત છે જેમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થતા ઊંઘમાં રહેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તંત્ર દોડતું થયું હતુ.બીલીમોરા ફાયર વિભાગના અધિકારીઓને થતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ઘટનાની ગંભીરતા જાેતાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે આઇસ ફેક્ટરીની આસપાસ આવેલા ૪૦ જેટલા રેણાક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા હતા. ગેસ લીકેજના કારણે ૪૦ થી વધુ લોકોને અસર થતાં તાત્કાલિક લોકો નીચે દોડી આવ્યા હતા અને બે વડીલોને વધુ શ્વાસ લેવામાં તકલીફ પડતા એકને બીલીમોરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ૈંઝ્રેં માં ખસેડવામાં આવ્યા છે તો અન્ય એક વડીલને ગણદેવી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે જ્યાં એમની હાલત સ્થિર જાેવા મળી રહી છે. ગેસ લીકેજની ઘટનાને પગલે બીલીમોરા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ઘટનાની ગંભીરતાને જાેતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરી ના ઇન્સ્પેક્શન માટે ખાસ વલસાડથી ટીમને પણ બોલાવવામાં આવી છે જે ઘટના અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરશે હાલ પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ચાલતી ફેક્ટરી જાેખમી હોવાનું ચર્ચાઓ રહ્યું છે રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈ ફેક્ટરીને લઈને હાલ તાલુકા વિકાસ અધિકારીએ ફેક્ટરીને સીલ કરવાના આદેશ આપ્યા છે. જ્યાં સુધી કોઈ ઘટના ન બને ત્યાં સુધી નીભર તંત્રનું પેટનું પાણી હાલતું નથી.આજની ઘટનામાં સમયસર સારવાર મળતાં અસરગ્રસ્તો જાેખ મ માંથી બહાર આવ્યા છે પણ તંત્ર દ્વારા ગેસ લિકેજના મૂળ સુધી જઈને જવાબદારી સામે કાર્યવાહી જરૂર બની છે.

File-01-Photo-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *