Gujarat

બોડેલીના આજુબાજુ વિસ્તારમાં દીપડા ને લઇ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે  

બોડેલી તાલુકા મા  આદમખોર બનેલો દીપડાએ પાંચ દિવસ ના ગાળામા બે બાળકો પર હૂમલો કરી ખેચી જવાના બનાવ બાદ  બોડેલી પંથકમા ભયનો માહોલ લોકો પોતાના ઘરની બહાર  નિકળતા પણ ડરી રહ્યા છે તો પોતાના ખેતરોમાં જવાથી પણ ડરી રહ્યા છે
રાત્રે ઉજાગરા કરવાનો વારો..
આદમખોર દિપડાને પકડવામા હજુ સુધી વન વિભાગને સફળતા મળી નથી જેને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
      બનાવને પગલે ધોળીવાવ ગામમાં દિપડા ની દેહસત સાથે માતમનો માહોલ છવાયો હતો
               વન વિભાગ દ્વારા અગાઉ મૂલધર ગામના બનાવ બાદ મૂકવામાં આવેલા પાંજરા ને  ત્યાં થી હટાવી જગ્યા બદલી બીજા વધુ પાંજરા પણ મંગાવી  ગોઠવવામાં આવ્યા છે
હજુ સુધી દીપડો પકડતી દુર હોવાને લઇ બોડેલી પંથકના લોકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકેવ કરવામાં આવશે તેમ જણાઈ રહ્યા છે પણ હજુ દીપડો પકડથી દૂર છે
આદમખોર બનેલા દિપડાએ  બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો છે અને બે બાળકો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે આ માનવ ભક્ષી  દીપડા ને વહેલી તકે પકડી પાડવામા નહી પકડવામા તો હજુ પણ હુમલો કરશે તેવી દહેશત ઉભી થઈ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230205-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *