બોડેલી તાલુકા મા આદમખોર બનેલો દીપડાએ પાંચ દિવસ ના ગાળામા બે બાળકો પર હૂમલો કરી ખેચી જવાના બનાવ બાદ બોડેલી પંથકમા ભયનો માહોલ લોકો પોતાના ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે તો પોતાના ખેતરોમાં જવાથી પણ ડરી રહ્યા છે
રાત્રે ઉજાગરા કરવાનો વારો..
આદમખોર દિપડાને પકડવામા હજુ સુધી વન વિભાગને સફળતા મળી નથી જેને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
બનાવને પગલે ધોળીવાવ ગામમાં દિપડા ની દેહસત સાથે માતમનો માહોલ છવાયો હતો
વન વિભાગ દ્વારા અગાઉ મૂલધર ગામના બનાવ બાદ મૂકવામાં આવેલા પાંજરા ને ત્યાં થી હટાવી જગ્યા બદલી બીજા વધુ પાંજરા પણ મંગાવી ગોઠવવામાં આવ્યા છે
હજુ સુધી દીપડો પકડતી દુર હોવાને લઇ બોડેલી પંથકના લોકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકેવ કરવામાં આવશે તેમ જણાઈ રહ્યા છે પણ હજુ દીપડો પકડથી દૂર છે
આદમખોર બનેલા દિપડાએ બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો છે અને બે બાળકો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે આ માનવ ભક્ષી દીપડા ને વહેલી તકે પકડી પાડવામા નહી પકડવામા તો હજુ પણ હુમલો કરશે તેવી દહેશત ઉભી થઈ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


