Gujarat

 છોટાઉદેપુર માઇન એસોસિએશન અને જિલ્લા પોલીસના સહયોગથી પોલીસ પરેડ મેદાનમાં આવેલ લૉન ટેનિસ કોટમાં રમાયેલ ત્રણ દિવસીય ટેનિસ ટૂર્નામેન્ટ રોનચક ખેલ સાથે સમાપન થઈ,

ટુર્નામેન્ટમાં પોલીસ સહિત સ્થાનિક ખેલાડીઓએ ભાગ લીધો હતો,સિંગલ્સ ની ફાઇનલમાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને પ્રોબેશનર IAS જયંત રાઠોર વચ્ચે ભારે રસાકસી બાદ જિલ્લા પોલીસ વડા ફાઇનલમાં વિજેતા થઈ ચેમ્પિયન બન્યા હતા,જ્યારે ડબલ્સ માં IAS જયંત રાઠોર અને કુંજ વણકર વિજેતા થયા હતા,ટુર્નામેન્ટમાં વિજેતા થનાર અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, છોટાઉદેપુર જેવા સરહદી અને આદિવાસી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા ના પ્રયાસોથી પોલીસ પરેડ મેદાનમાં લોન ટેનિસ સહિત તમામ રમતો માટેના મેદાન બનાવવામાં આવ્યા છે અને તે જાહેર જનતા માટે પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે ,આજની યુવા પેઢી મોબાઈલ થી પર રહી સ્પોર્ટ્સમાં રુચિ દાખવે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને તે માટે પોલીસ દ્વારા ઉભી કરાયેલ રમતગમતની સુવિધાઓનો ઉપયોગ કરવા જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230205_232043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *