Gujarat

રાજકોટમાં બસપોર્ટ નજીક બોલેરો પાછળ બાઇક અથડાતા યુવાનનું મોત

રાજકોટ
રાજકોટમાં ગઈકાલે વહેલી સવારે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટના ગેટ સામે વહેલી સવારે જીવલેણ અકસ્?માત સર્જાયો હતો. એક બાઇક રોડ સાઇડમાં ઉભેલી બોલેરો સાથે અથડાતા ચાલક યુવાનને કપાળ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રૈયા રોડ તિરૂપતીનગરમાં રહેતો હતો. યુવાન સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રિના સહકાર રોડ પર વરરાજાને તૈયાર કરવા ગયો હતો અને ત્?યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્?યો હતો. કરૂણતા એ છે કે આ યુવાન બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્?તંભ હતો. જાણવા મળ્?યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર ૪માં રહેતો ભૂપેન્?દ્ર (વિક્કી) જયસુખભાઇ બગથરીયા (ઉં.વ.૩૫) નામનો યુવાન સવારે ત્રણેક વાગ્?યે પોતાનું બાઇક લઈ જતો હતો. ત્?યારે ઢેબર રોડ એસટી બસપોર્ટ પાસે પહોંચ્?યો તે વખતે બોલેરો પાછળ બાઇક અથડાતાં માથા અને કપાળે ગંભીર ઇજા પહોંચી હતી. કોઈએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને તેને સારવાર માટે સિવિલ હોસ્?પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં મોત નીપજતાં હોસ્?પિટલ ચોકીએ એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *